પાટણ શહેરમાં આગામી ચોમાસા પૂર્વે આનંદ સરોવરને ખોદકામ કરીને તેને ઊંડુ કરવાની કામગીરી શરુ કરી છે . અગાઉ ગયા ઉનાળામાં પણ આ તળાવને 10 ફૂટ જેટલું ઊંડુ કરવામાં આવ્યું હતું . ત્યારે ફરી બીજું 10 ફૂટ ઊંડું કરવાની કામગીરી શરૂ કરી છે.ચોમાસામાં પાટણનાં આનંદ સરોવર અને તેની પાછળ અને આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઇ જતાં હોવાથી અને ભારે વરસાદ થાય તો આનંદ સરોવર ઓવરફ્લો થતું હોવાથી તેમાં વધારાનું પાણી સમાવી શક્ય તેવી ક્ષમતા રહેતી ન હોવાથી પાણી ભરાઇ જતાં ભારે તબાહી સર્જાય છે .
આથી આ તળાવની સંગ્રહશક્તિ વધારવા માટે અગાઉ ગયા વર્ષે લાખો ટન માટી ખોદીને ઊંડુ કરાયું હતું . અને આજે 10 ફૂટ ઊંડું કરવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસર તથા સ્ટાફ આ તળાવની ખોદકામની કામગીરીનાં સ્થળે ગયા હતા . અને નિરીક્ષણ કર્યુ હતું . તેમજ ચીફ ઓફીસરે જણાવ્યું કે , આ તળાવની સપાટી ઊંડી થતાં હવે પાણી ભરાવાની સમસ્યા ઘટી જશે.આ કામગીરી અમે સવારે પાટણનાં ચિત્રકુટ સોસાયટીની લીધેલી મુલાકાત બાદ પાણી ન ભરાય તે અંગે કરેલી ચર્ચા પછી આ કામગીરીનો પ્રારંભ કર્યો છે . અહીં હાલમાં પાંચ ડમ્પર અને એક હિટાચી મશીન કામે લગાડ્યા છે .