જીલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા નેશનલ હેલ્થ મિશનનાં કરાર આધારીત 250 જેટલા આરોગ્ય કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓના મુદ્દે જીલ્લા પંચાયત કેમ્પસ ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારી આરોગ્ય વિભાગને આવેદનપત્ર આપ્યું હતું. છેલ્લા 3 વર્ષથી આરોગ્યની ખડેપગે સેવા બજાવતા આ કર્મચારીઓની પડતર માંગણીઓ સરકારે ન સ્વિકારતા પાટણ જીલ્લા સહિત રાજ્યભરમાં 20 હજાર કર્મચારીઓએ બે દિવસીય હડતાળનું રણશીંગુ ફૂંકયું છે . પાટણ જીલ્લામાં જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં નેશનલ હેલ્થ મિશન યોજના અંતર્ગત કરાર આધારીત 250 જેટલા કર્મચારીઓ આરોગ્યલક્ષી સેવાઓ આપી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે આ કર્મચારીઓએ પરીવારની પણ ચિંતા કર્યા વગર ખડેપગે ફરજ બજાવી છે..
ત્યારે છેલ્લા ૩ વર્ષથી તેઓની પડતર માંગણીઓ જેવી કે પગાર વધારો , સમાન કામ સમાન વેતન , સ્ટાઈપેન્ડ જેવી વિવિધ માંગણીઓ સરકાર દ્વારા ન સ્વિકારાતા સમગ્ર રાજ્યનાં નેશનલ હેલ્થ મિશનનાં કરાર આધારીત કર્મચારીઓએ સોમવારથી બે દિવસીય હડતાલનું રણશીંગુ ફુક્યું છે. જે અનુસંધાને આજે પાટણ જીલ્લા પંચાયત કેમ્પસ ખાતે કરાર આધારીત 250 જેટલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓના મુદ્દે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારી જીલ્લા આરોગ્ય વિભાગના અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી . અને જો આગામી સમયમાં તેઓની માંગણીઓ સરકાર દ્વારા સ્વિકારવામાં નહીં આવે તો રાજ્યના યુનિયનની સૂચના અનુસાર સરકાર વિરુદ્ધ જલદ કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી
