પાટણ જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલ ખાતે ઈન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ સોલંકીનાઅધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વિવિધતાલુકાના ૪૮ જેટલા અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.જિલ્લા વિકાસ અધિકારીએ મહેસુલ વિભાગ, પંચાયત વિભાગ,સિંચાઇ વિભાગ, ડી.આઈ.એલ.આર અને નગરપાલિકા સહિતના વિભાગને લગતા પ્રશ્નો અને ફરિયાદો અંગે અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા.
જેમાં પાટણ જિલ્લાના નાગરિકો દ્વારા જમીન માપણી, રી-સર્વેમાં ક્ષતિ સુધારણા, મફત ગાળાના પ્લોટ,અનઅધિકૃત બાંધકામ અને દબાણ દૂર કરવા, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવવા તથા પીવાના પાણી સહિતનાપ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરજદારોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાસંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પલ્લવી બારૈયા સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.