સમગ્ર રાજય સહિત પાટણ શહેરમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા જનચેતના અભિયાન કાર્યક્રમમાં શિક્ષણ બચાવો અભિયાન કાર્યક્રમ યોજવાનું નકકી કરવામાં આવ્યું હતું . જે અનુસંધાને પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન સંદર્ભે શિક્ષણના ખાનગીક્રણના વિરોધમાં યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પોકારી જનચેતના અભિયાન કાર્યક્રમનો પ્રારંભ હતો . ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા પાંચ વર્ષની ઉજવણી સામે કોંગ્રેસ દ્વારા તા 1 ઓગસ્ટથી નવ દિવસ સુધી જનચેતના અભિયાન યોજવાનું નકકી કરવામાં આવ્યું છે
જે અનુસંધાને આજ રોજ પાટણમાં કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ધારાસભ્ય કિરીટ પટેલ , ચંદનજી ઠાકોર , કોંગ્રેસના અગ્રણીઓ સહિત તાલુકા અને જિલ્લાના કાર્યકરોએ ખાનગી શૈક્ષણિકરણ બંધ કરો જેવા સૂત્રોચ્ચાર પોકારી શિક્ષણ બચાવો અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .
