પાટણ શહેરમાં કોરોનાની મહામારીએ ફરીથી માથું ઉચકતા હાહાકાર મચ્યો છે.જેને લઈ અગાઉ જેમ પાટીદાર કિસાન સેના દ્વારા શેરી , મહોલ્લા , નિવાસસ્થાન વગેરેમાં સેનેટાઈઝિગ કામગીરી ફરીથી શરુ કરી દેવામાં આવી છે . જેમાં નગરજનો માટે આશિર્વાદ રૂપ સાબિત થયેલ અને દિવસ રાત પોતાના જીવની પણ પરવા કર્યા વગર સેવા આપતી 14 જેટલી ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ પાટીદાર કિસાન સેના દ્વારા શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ લાલ દરવાજા વિસ્તારમાં તમામ 108 એમ્બ્યુલન્સ વિનામૂલ્ય સેનેટાઈઝ કરવામાં આવી હતી.
આ કામગીરીમાં પાટીદાર કિસાન સેનાના પ્રમુખ અને સાડેસરા પાટીના પ્રમુખ જયેશભાઇ પટેલના જણાવ્યુ હતું.કે પાટણ જિલ્લાના બાસ્પા , રાધનપુર , ચાણસ્મા , પાટણ , કાંસા સહિતની 108 એમ્બ્યુલન્સ સેનેટરાઈઝર કરવામાં આવી છે. હાલમાં પાટણ જિલ્લા ની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે જેને લઇને પોતાના જીવના જોખમે કાર્ય કરતી 108 એમ્બ્યુલન્સને પાટીદાર કિસાન સેના દ્વારા નિશુલ્ક સેનેટાઇઝર કરવામાં આવી છે.