પાટણ જીલ્લાના કુણઘેર સ્થિત રાજપુત, બ્રાહ્મણ અને ઠક્કર સમાજના હિંદુ સ્મશાન ગૃહમાં પ્રભુ શિવની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને સાથે પ્રભુ શિવના પ્રિય વૃક્ષ બીલીપત્ર,પીપળો, ચંદન, આસોપાલવ, જાંબુડો, જામફળી, તુલસી, બોરસલ્લી જેવા અનેક વૃક્ષોનું વૃક્ષારોપણ દાતાશ્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મુક્તિધામમાં દાતાશ્રીઓના સહયોગથી અગ્નિ સંસ્કારનો સેડ, સ્મશાનની સગડી, અંતિમ વિસામો,પાણીની લાઇન,બેસવાના બાંકડા વગેરે વ્યવસ્થા મળી છે.
આ પ્રસંગે કુણધેર સ્મશાનગૃહનું નામ મોક્ષેશ્વર મુક્તિધામ આપવામાં આવ્યું હતું. મોક્ષેશ્વર મુક્તિધામમા રાજપૂત તથા બ્રાહ્મણ સમાજના દાતાશ્રી શૈલેન્દ્રસિંહ સોઢા, નિલેશભાઈ રાજગોર, બાબુજી ગોહિલ, લક્ષ્મણસિંહ પરમાર, રણજીતસિંહ રાઠોડ, તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે શંકર ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે મફાજી ગોહિલ, ભાવસંગજી દેવડા, દશરથસિંહ પરમાર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
