શહેરના રતનપોળ વિસ્તારમાં એક રીક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે બે જૂથ સામસામે આવી ગયા હતા . જેમાં એક બીજા ઉપર છરી અને ધોકા વડે મારામારી કરવામાં આવતાં એક યુવકનું છરીના ઘા વાગતાં કરૂણ મોત નીપજ્યું હતું . જેને લઈ પરિજનોમાં ભારે આક્રંદ છવાયો હતો . આ મામલે બંન્ને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 8 આરોપીઓ વિરૂદ્ધ બે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રતનપોળ વિસ્તારમાં જ રહેતા બે જૂથો વચ્ચે રીક્ષામાં બેસવા બાબતે બાબલ થઈ હતી .
જેમાં સામસામે બે જૂથોમાં છરી અને ધોકા વડે મારામારી થતાં એક યુવકનું મોત નિપજ્યું છે . રતનપોળ જરાદીવાડી વિસ્તારમાં રહેતા રાવળ મનોજભાઈ પુનમચંદે ફરિયાદ નોંધાવી છે કે રાવળ જીતેન્દ્રભાઈની રીક્ષામાં શેખ અબ્દુલરઝાક બિબ્બે લીંબાભાઈ , ભૂરીયો એક અજાણ્યો ઈસમ બેઠેલ હોઈ તેમને નીચે ઉતરવાનું કહેતાં તેઓ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી ગળદાપાટુનો માર મારવા લાગતાં ફરિયાદી રાવળ મનોજભાઈ વચ્ચે પડતાં શેખ અબ્દુલરઝાકે તેના હાથમાં રહેલી છરી મનોજને પેટના ભાગે તથા હાથના ભાગે મારી તથા ભૂરીયાએ હાથમાં રહેલો ધોકો પગે મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો સામે પક્ષે મૃતક યુવક અબ્દુલરઝાક ઉર્ફે બબુ લીંબાભાઈની માતા મરિયમબેન લીંબાભાઈ શેખે ફરિયાદ નોંધાવી છે..
