પાટણ જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા વડગામ વિધાનસભાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અટકાયતના વિરૂદ્ધમાં કલેક્ટર કચેરી સામે ધરણાં અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો . લોકશાહી બચાવો સંવિધાન બચાવોના નારા ગુજ્યા હતા . પાટણ જિલ્લા કોંગ્રેસના સમિતિ દ્વારા કલેકટર કચેરી સામે સોમવારે સવારે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલની અધ્યક્ષતામાં ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું .
જેમાં મહીલાઓએ છાજીયા લીધા હતા. પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યુ હતુ કે , આગામી પહેલી મે સુધી જીગ્નેશ મેવાણીને છોડવામાં નહીં આવે તો પાટણમાં યોજાનાર ગુજરાત સ્થાપના દિવસના સમયે જે પણ રાજકીય આગેવાનો આવશે તેનો વિરોધ કરીશું.જરુર પડે તો જે રીતે ભાજપ સરકાર કાયદાનો દૂર ઉપયોગ કરી રહી છે એ રીતે અમે પણ કાયદાનો દૂર ઉપયોગ કરી ઇટનો જવાબ પથ્થર થી આપીશું આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર,જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ,જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અશ્વિનભાઇ પટેલ સહિત જિલ્લાના હોદેદારો અને દરેક તાલુકા અને શહેરના કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.