પાટણ જિલ્લાના હારિજ એપીએમસીમાં થયેલી ફાયરીંગ વીથ મર્ડરના કેસમાં પાટણ જિલ્લા એસ.ઓ.જી પોલીસે 3 આરોપીઓને દબોચી લીધા છે. હત્યારાઓની ગેંગમાંથી 03 હત્યારાઓને ઝડપી લીધા છે . હજુ , 04 આરોપીઓ ફરાર છે . જેમને શોધવા માટે બે નાયબ પોલીસ અધિક્ષકના વડપણમાં 03 ટીમોનું સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે . ફરાર આરોપીઓને પણ ખૂબ જ ઝડપથી પકડી લેવામાં આવશે તેવો જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો . ગુનસીટોક કાયદા હેઠળ જિલ્લામાં પ્રથમ કેસ નોંધાશે પાટણ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ આ કેસ મામલે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ કેસમાં 03 આરોપીઓ વિરૂદ્ધ આર્મ એક્ટ ,
હત્યાની કોશિશ અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.જેમાંથી પાંચ આરોપીઓ વિરૂદ્ધ અગાઉ ભૂતકાળમાં પણ હત્યાની કોશિશ અને આર્મ એક્ટની સંખ્યાબંધ ફરિયાદો નોંધાયેલી છે . જેથી તેઓ વિરૂદ્ધ ગુજસીટોકના નવા કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવશે . જેથી પાટણ જિલ્લામાં ગુજસીટોકનો પ્રથમ કેસ નોંધવામાં આવશે.પાટણ SOG પોલીસે ગણતરીના કલાકોમાં ઉપરોક્ત 07 શમ્નોની ગેંગમાંથી 03 આરોપીઓને ઝડપી લીધા છે . જેમાં સિધ્ધરાજસિંહ તલુભા વાઘેલા, પરેશસિંહ સિદ્ધરાજસિંહ વાઘેલા અને ચેલસિંહ સુજાજી સોલંકીને ઝડપી લીધા છે . જેમની પાસેથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારોમાં ખંજર , પાઈપ અને મોટરસાઈકલ પણ જપ્ત કરાયું છે .
