બનાસકાંઠાના લાખણી પશુ ચિકિત્સા અધિકારી તરીકે ડો, ગોવિંદભાઈ એમ. પ્રજાપતિ ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છેલાખણી તાલુકાની ગૌશાળાઓ માં દેશી ગાયના સંવર્ધન તથા પશુ સુધારણા માં સખત કામ કર્યું છે., કોરોના કાળમાં પોતાનાજીવના જોખમે પશુપાલકોને ઘરે બેઠા સેવા આપીને એમની આજીવિકા બચાવી રાખી છે., લાખણી તાલુકાના ગામડાઓ માંસમગ્ર વર્ષ દરમ્યાન પશુ સારવાર તેમજ વ્યંધત્વના કેમ્પો યોજી પશુપાલકોની આવક બમણી કરવામાં યોગદાન આપ્યું છે, ૨૪કલાક હાજર રહી સમગ્ર વિસ્તારને ઈમરજન્સી સેવા ખૂબ ઉમદા રીતે પુરી પાડી છે, પશુપાલન ખાતાની યોજનાઓનો લોકોમહત્તમ લાભ લે એ માટે વિસ્તરણ ઝુંબેશ ચલાવી છેવાડાના ગરીબ પશુપાલકોને સરકારપ્રીનો લાભ પહોંચાડવા સક્રિય કામગીરી કરી છે, સમગ્ર વિસ્તાર માં નિયમિત રસીકરણ દ્વારા રોગચાળો અટકાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે,
ઘાસચારા બિયારણ લોકો સુધી પહોચાડી નિદશૅન પ્લોટ તૈયાર કરાવ્યું છે, ભારે ઓપરેશન વાળા કેસ માં પશુ દવાખાના ખાતે નિશુલ્ક સર્જરીનો લાભઆ વિસ્તારને આપ્યો છે ઓપરેશન માટે પહેલાં દાતીવાડા જવું પડતું તેના બદલે અહીંયા લાખણીમાં જ આ વ્યવસ્થા અનેસુવિધા ઇંભી કરી, લાખણી માં પક્ષીઓ અને રખડતા પશુઓ ઘાયલ થયેલા હોય અથવા બિમારી રોગચાળાએ પીડીત હોય તમનેમાનવતા રાખી સેવા કરેલ છે. સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પુરતો પ્રયત્ન કરેલ છે અને પશુદવાખાનુંવૃક્ષો અને સાફ સફાઈ કરી રળીયામણુ બનાવી દીધું છે. આમ,ગોવિંદમાઈ ડોક્ટર એટલે નિષ્ઠાવાન, કર્મયોગી, પ્રકૃતિપ્રેમી, કર્તવ્યનિષ્ઠ, પ્રામાણિક અને નિષ્ઠાવાન હોઈ તેમની બદલી રોકવામાં આવે તેવી લોકોએ માંગણી મામલતદાર પાસે કરી હતી.