ભરૂચમાં આજે દુર્ઘટના બની સર્જાઈ છે. નેશનલ હાઇવે 48ને જોડતા રોડ પર આવેલ બ્રિજ પરનો ફૂટપાથ અચાનક નીચે આવી ગયો હતો પુલનો ભાગ નીચે પડતા અફરા તફરી મચી જવા પામી છે. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.ખાસ તો આ બ્રિજની હાલત દૈનિય હોવાની લોક મુખે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે આજે આ બ્રિજ ધરાશાયી થયો હતો. રાજ્યમાં હાલ ચોમાસાંઈ સીઝન શરુ થઇ ચુકી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા માહેર વરસાવી રહ્યા છે. ત્યારે આજે ભરૂચ જિલ્લામાં એક મોટી દુર્ઘટના બનવા બનાવ પામી છે.
ભરૂચ શહેરમાં આવેલ ફ્લાય ઓવરનો બ્રિજનો ફૂટપાથનો ભાગ ધરાશયી થતા મોટી દુર્ઘટના બનવા પામી છે. બ્રિજ પરનો ફૂટપાથ અચાનક ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. બ્રિજનો એક ભાગ ધરાસાય થતા 3 થી 4 ગાડીઓ દબાઈ ગઈ હતી. ઘણા સમયથી બ્રિજ જર્જરિત હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી હતી ત્યારે આજે બપોરના સુમારે આ બ્રિજ ધરા સાઈ થઇ જવા પામ્યો હતો. અચાનક એક ભાગ ધરાશાયી થતા અફરાતફરી સર્જાઈ જવા પામી હતી. ભરૂચ ને.હા 48 ને જોડતા મુખ્ય બ્રિજની હાલત દયનિય બની જવા પામી છે. સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.