Zydus Lifesciencesના ચેરમેન પંકજ આર. પટેલને ભારતીય રિઝર્વ બેંક (RBl) ના સેન્ટ્રલ બોર્ડમાં પાર્ટ-ટાઇમ નોન ઓફિસિયલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કંપનીએ 14 જૂનના રોજ જાહેરાત કરી હતી.નિવેદન પ્રમાણે, “કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ પંકજ પટેલની RBI એક્ટ, 1934ની કલમ 8 (1)(c) હેઠળ નિમણૂકની સૂચનાની તારીખથી ચાર વર્ષના સમયગાળા માટે નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી છે
અથવા આગળના આદેશો સુધી, બેમાંથી જે વહેલું હોય.”નોંધનીય છે કે, પટેલ પહેલેથી જ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના ડ્રગ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ, ઈન્વેસ્ટ ઈન્ડિયાના બોર્ડમાં છે, જે નેશનલ હેલ્થ મિશન હેઠળના મિશન સ્ટીયરિંગ ગ્રુપના સભ્ય છે.