મહિસાગર જીલ્લામાં લગ્નની મોસમ પુરબહારમાં ખીલી છે. આ મોસમની વચ્ચે કન્યાને પરણવા હોડીમાં બેસીને જાન લઈનેજતા વરરાજાનો એક વિડીયો સોશિયલ મિડીયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.આ વાયરલ વિડીયો રાઠડા બેટનો હોવાનુંઅનુમાન લગાવામા આવી રહ્યું છે. મહિસાગર જીલ્લામાં વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જળાશયમાં એક હોડીમાં ૧૩જેટલા માણસો બેઠેલા છે,તેની વચ્ચે વરરાજા સહેરો સજાવીને બેઠા છે.વિડીયો જોતા લાગે છે.વરરાજા પરણવા જઈ રહ્યા છે.તેવામાં કેટલાક લોકો સ્થાનિક બોલીમા જણાવે છે કે મોય બેઠા છે તે વાજુ તો વગાડો અને પછી મહિસાગર-પંચમહાલ-દાહોદના ગ્રામીણ વિસ્તારનું પરંપરાગત વાદ્ય શરણાઈ,થાળી,ઢોલ વાગે છે
અને હોડીમા બેઠેલોઈસમ હલેસા મારીને હોડીને નદીમાં આગળ ધપાવે છે.આ વિસ્તાર પાણીથી છલોછલ જણાઇ રહ્યો છે.આ વિડીઓ કડાણાતાલુકાના છેવાડા વિસ્તારમા આવેલા રાઠડા બેટનો હોવાનુ અનૂમાન લગાવાઈ રહ્યુ છે.આ બેટ પર હજી પણ લોકો રહે છે.આરાઠડા બેટ ગામ કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલો હોવાથી અહી આવનજાવન માટે હલેસા વાળી હોડીનો ઉપયોગ થાય છે.હાલતો આ વિડીઓ સોશિયલ મિડીયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.