પચમહાલ જિલ્લાના હાલોલના બાસ્કામાં બીજા દિવસે મસ્જિદ પર ટોળાનો પત્થર મારો,ટોળાંએ વાહનોમાં તોડફોડ કરી.હાલોલ તાલુકાના બાસ્કા ગામે બે દિવસ પેહલા મોડી રાત્રે લગ્ન ના વરઘોડા માં ડીજે પર ગીત વગાડવા બાબતે થયેલ ઝગડાબાદ કોમી અથડામણ માં રૂરલ પોલીસે બંને પક્ષો સામે ગુન્હા નોંધી આરોપીઓ ની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી દરમિયાનઘટના ના બીજા દિવસે રાત્રે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા રાત્રે બાસ્કા ગામ માં પોલિસ નીંખાનગી કાર પર પથ્થરમારો કરી નુકસાન પોહચાડ્યું હતું જયારે ઉજેતી રોડ પર આવેલ ઈકરા કોલોની નીં પાછડ મોટી સંખ્યા માં ભેગા થયેલા હિંસક ટોળાએ મસ્જિદ પર પથ્થરમારો કરી રોડ પર પાર્ક કરેલા વાહનો દુકાનો ની તોડફોડ કરી ભારે નુકસાન પોહચાડ્યું હતું
જે નજીક માં આવેલ કંપની ના સીસીટીવી કેમેરા માં સમગ્ર ઘટના કેદ થઈ છે ગામ મા પોલીસ બંદોબસ્ત ચાલુ હતો દરમિયાન પોલીસ કાર અને મસ્જિદ પર પથ્થરમારા ની ઘટના બનતા જિલ્લા એસપી.હાલોલ ડીવાયએસપી સહિત નો કાફલો સમયસર પોહચિ જતાપરિસ્થિતિ વધુ વણસતી અટકી હતી પોલિસે બન્ને પક્ષો ના 38 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ગુન્હો નોંધી મોડી રાત્રે કોમ્બિગ કરી આરોપીઓ ની ધરપકડ નોં દોર શરૂ કર્યો હતો બે દિવસ થી કોમી તોફાનો ને પગલે જન જીવન પર ભારે અસર જોવા મળી હતી.