પંચમહાલના હાલોલ શ્રી વાડીનાથ મહાદેવ મંદિર ખાતે મંદિરના પાટોત્સવ નિમિત્તે રૂદ્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુંહતું. હાલોલ નગરની બહાર આવેલ શ્રી વાડીનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી વાડીનાથ મહાદેવ ભગવાનનો ભવ્ય પાટોત્સવયોજાયો હતો જેમાં પાટોત્સવ નિમિત્તે રૂદ્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંગળવારે સવારે ૮ કલાકના સુમારે રુદ્રયજ્ઞઅંતર્ગત મંદિર ખાતે યજ્ઞનો આરંભ કરવામાં આવ્યો હતો જેમાં ભારે ધાર્મિક વાતાવરણમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યોજાયેલયજ્ઞની પૂજામાં ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી જેમાં બપોરે 4:30 કલાકે રુદ્રયજ્ઞની પુર્ણાહુતી કરાઈ હતી જે બાદ શ્રી વાડીનાથ મહાદેવ ભગવાનની મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો
જેમાં પણ મોટી સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળું ભક્તોએ લાભ લઇ મહાઆરતી કરી હતી જ્યારે સાંજના સુમારે ભક્તજનો માટે મહા પ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત સૌ કોઈએ મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી જેમાં પાટોત્સવ નિમિત્તે યોજાયેલ રુદ્રયજ્ઞ માં આચાર્ય પદ પ્રકાશ એનશાસ્ત્રી, કર્મ શાળાના આચાર્ય અશોકકુમાર આર દવે ગિરનારીની પાવન ઉપસ્થિતિમાં યોજાયો હતો જ્યારે તમામ કાર્યક્રમ નું આયોજન વિનોદભાઈ કનુભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.