પંચમહાલ જીલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ યાત્રાધામની સાથે પીકનીટ પોઇન્ટ પણ બની રહ્યુ છે. હાલમા નવા રસ્તાઓ બની જતા પાવાગઢની સુંદરતામાં નવો ઉમેરો થયો છે.સાથે સેલ્ફી પોઇન્ટ પણ ઉભા કરવામા આવ્યા છે.ઘણીવાર વાદળો ડુંગરને અડી જાય તેવા નજારા પણ સર્જાતા હોય છે.યાત્રાધામ પાવાગઢ વરસાદી માહોલમાં પાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલે છે જ્યારે કેટલાક સમયથી પંચમહાલ જિલ્લામાં અમુક સમયે વરસાદી માહોલ પણ જામે છે
જોકે આજે વહેલી સવારે મંદિર ખુલાતની સાથે જ આહલાદક દ્રષ્યો નજરે પડતા ચારેકોર વાદળની ફોજમાં પર્વત લપેટાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે વરસાદી માહોલ જામે છે ત્યારે પર્વત પર ખીલી ઉઠેલી વનરાજી તથા પાવાગઢ પર્વત ના ધોધ સહેલાણીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બને છે ચારે તરફ ઘનઘોર જંગલોથી ઘેરાયેલા પાવાગઢ પર્વતનો રમણીય નજારો જોવા મળ્યો હતો જ્યારે અહીં આવનાર માતાજીના ભક્તજનો અને પ્રકૃતિ પ્રેમીઓએ ફોટોગ્રાફી ની મજા પણ માણી હતી.
