યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના ભવ્ય વેભવી મંદિર શિખર પર ૧૪.૫૦ કરોડના સોનાના ઢોળ ચઢાવેલ ૮ કળશસ્થાપિત કરાયા. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના કરોડો ભક્તોના લાભાર્થેમાતાજીના પૌરાણિક મંદિરને પૂર્ણ નિર્માણ કરી અતિભવ્ય વૈભવી તમામ સુવિધાભર વિશાળ મંદિર બનાવવાની કામગીરી હવેઆખરી તબક્કામાં છે જેમાં આગામી દિવસોમાં મહાકાળી માતાજીનું ભવ્ય મંદિર સંપૂર્ણપણે તૈયાર થઈ જશે ત્યારે માતાજીના મંદિરને વધુ શુભોસિત અને ભવ્ય બનાવવા ઇતિહાસમાં પ્રથમવાર માતાજીના મંદિર પર સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે જેમાં મંદિરના શિખર પર કુલ ૮ કળશ સ્થાપિત કરાયા છે
જેમાં મુખ્ય ૬ ફૂટના કળશ તેમજ ધજાના ધ્વજદંડ પર ૧.૫૦કિલોગ્રામ સોનાનો ઢોળ ચઢાવાયો છે જ્યારે ૭ અન્ય ૨ ફૂટના કળશ પર સોનાનો ઢોળ ૧.૪૦૦ કિલોગ્રામ ચઢાવવામાં જેમાં ૮શિખર પરના કળશ અને ધ્વજદંડ પર મળી કુલ ૨.૯૦૦.કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરી ૧૪.૫૦ કરોડના કિંમતના સોનાનોઢોળ ચઢાવી ૮ કળશ અને ધવદન્ડને માતાજીના મંદિરના શિખર પ્રસ્થાપિત કરાતા માતાજીના મંદિરના શિખરનો નજારોસુવર્ણમય બની ઓધોકીક દેખાઈ રહ્યો છે જેમાં ઇતિહાસમાં પ્રથમવાર માતાજીના મંદિરના શિખરના કળશ અને ધ્વજ દંડ સોનાનો ઢોળ ચઢાવેલા સ્થાપિત કરાતા માઇભકતોમાં ખુશી જોવા મળી રહી છે.