પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલી નદીના પટમાં છાશવારે રેતી ખનન કરનારાઓ કોઈનો પણ ડર લાગ્યા રાખ્યા વગર રેતીખનન કરી રહ્યા છે. થોડા દિવસો ખાણ ખનીજ વિભાગ દ્વારા પોલીસને સાથે રાખીને રેડ કરીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ ખનીજ ચોરીનો જપ્ત કર્યો હતો. ત્યારે ફરી એક વખત ગોમા નદીના પટમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરનારા ખાણ ખનીજ વિભાગના સકંજામાં આવ્યાં છે. ખાણખનીજ વિભાગે બાતમીના આધારે ગોમા નદીના પટમાં રેડ પાડી હતી અને જેમાં ચાર જેટલા ટ્રેક્ટર, એસ્કરેવેટર મશીન જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શહેરના જાણીતા ચહેરાઓ આ ધંધામા આવ્યા હોવાનુ બિનસત્તાવાર જાણવા મળ્યુ છે.ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા ખનન થયેલા સ્થળની જીપીએસ સિસ્ટમ દ્વારા માપણી આજ રોજ શુક્રવારે કરવામા આવી જેનો નકશો જનરેટ કરવામા આવ્યા બાદ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જાણકારી મળી છે બીજી તરફ પકડાયેલા તમામ વાહનો કાલોલ પોલીસ ના સીની. પીએસઆઇ એમ કે માલવીયા અને સ્ટાફના સંરક્ષણ હેઠળ ગોધરા કલેકટર કચેરીમાં મૂકાવ્યા હોવાનું જાણવા મળે છે.
