પંચમહાલ જિલ્લાના હાલોલમાં શરદ પૂર્ણિમાની રાત્રે JCI Halol દ્વારા પોલીસ કર્મીઓ સાથે દૂધ પૌઆની મિજબાની માણી શરદ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. શરદ પૂર્ણિમા નિમિત્તે જ્યારે સમગ્ર સમાજ પોતાના પરિવાર સાથે દૂધ પૌઆ ખાઈને તહેવારની ઉજવણી કરતા હોય છે
ત્યારે જીસિઆઈ હાલોલ દ્વારા સમાજની સતત સેવા કરતા અને પોતાના પરિવારની ચિંતા ના કરતા આપણી સુરક્ષા માટે દિવસ રાત જાગતા રહી સેવા કાર્ય કરતા પોલીસ કર્મીઓ સાથે દૂધ પૌઆની મિજબાની માણી શરદ પૂર્ણિમાની ઉજવણી કરી હતી.સાથે સાથે હાલોલ ખાતે ઘર બાર વિનાના ગરીબ અને રસ્તે રઝળતા લોકોને પણ દૂધ પૌઆ ખવડાવી સંવેદન શીલતા વ્યક્ત કરવામાં આવી હતી જેમાં જીસિઆઈ હાલોલના પ્રેસિડેન્ટ વિરેન ભાઈ જોષી અને ડિરેક્ટર રાકેશ ભાઈ વાળંદ સાથે યોનિક ભાઈ પટેલ દ્વારા આ સારી કામગીરી કરવામાં આવી હતી આ કાર્યક્રમમા બજરંગ દળના ગોધરા વિભાગના સંયોજક જલ્પેશ ભાઈ સુથાર પણ હાજર રહ્યા હતા.
