પંચમહાલ જિલ્લાના હાલોલના જીતપુરાના ઇસમને પ્રોહીબીશનના કેસમાં પાસા હેઠળ ધકેલાયોપંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જિલ્લા પંથકમાં ચાલતી દારૂની અસામાજીકપ્રવૃતિઓને નાબૂદ કરવા તેમજ પ્રોહીબીશનના બુટલેગરો ઉપર પાસા તથા તડીપારની અસરકારકામગીરી કરવા જિલ્લા એલસીબી પોલીસના પી.આઈ.જે.એન.પરમારને સૂચના અને માર્ગદર્શન આપતાહાલોલ તાલુકાના જીતપુરા ગામમાં રહેતો બુટલેગર ઇન્દ્રસિંહ ઉર્ફે ઇન્દ્રો રણજીતસિંહ ચૌહાણ વિરુદ્ધહાલોલ રૂરલ પોલીસ મથકમાં વિદેશી દારૂ રાખવાના અને વેચવાના તેમજ હેરાફેરી કરવાના ત્રણ ગુનાદાખલ થયેલા છે .
જિલ્લા એલસીબી પોલીસે તેની પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીપંચમહાલ ગોધરાનાઓને મોકલી આપતા દરખાસ્ત મંજૂર થતા પાસા ધારા હેઠળ અટકાયત કરીમધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવાનો હુકમ જિલ્લા કલેકટર સુજલ મયાત્રા તરફથી મળતાએલસીબી પોલીસે ઇન્દ્રસિંહ ઉર્ફે ઈન્દ્રો રણજીતસિંહ ચોહાણ ને જીતપુરા ગામેથી ઝડપી પાડી રાજકોટનીમધ્યસ્થ જેલમાં પાસા હેઠળ મોકલી આપતા દારૂનો ધંધો કરતા બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.