પંચમહાલ જિલ્લાના હાલોલમાં જૈન સમાજના એકજ પરિવારની ચાર દિકરીઓના દીક્ષાંત સમારોહ અંતર્ગત વર્ષીદાનનીભવ્ય શોભાયાત્રા નીકળી. હાલોલ નગરના જૈન સમાજના એકજ પરિવારની ચાર દિકરીઓના દીક્ષાંત સમારોહના અગાઉનાદિવસે મુમુક્ષુ ની વર્ષીદાનની ભવ્ય શોભાયાત્રા હાલોલના રાજમાર્ગો બુધવારના રોજ નીકળી હતી. હાલોલ જૈન સંઘમાં ભવ્યચાતુર્માસ ૩૦૦ સિદ્ધિતપ ભવ્ય વર્ષીતપ પ્રતિષ્ઠા અને બે બે વાર ઓળી ની આરાધના કરાવનાર પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રી વિજય રત્ન ચંદ્ર સૂરીશ્વરજી મ. સા. (ડહેલાવાળા) ની નિશ્રામાં પ્રથમવાર હાલોલ લબ્ધ પ્રતિષ્ઠિત પરિવાર મણીબેન મીશ્રી મલજી ઘોકાપરિવારની દીક્ષાર્થી મુમુક્ષુ હીના કુમારી, પૂજા કુમારી, કરિશ્મા કુમારી તેમજ પ્રિયંકા કુમારી જૈન દીક્ષા સ્વીકારવા તૈયાર થયાછે.જ્યારે ગુરૂવારના રોજ નગરના ગુરુ રામ સંયમ મહલ માં સર્વસ્વ સમર્પણ દીક્ષા ગ્રહણ કરનાર છે જેમાં સવારે ૭.૦૦ કલાકે દીક્ષા મંડપ માં પ્રવેશ થશે અને ૮.૩૦ કલાકે રજોહરણ પ્રદાન થશે.
- Advertisement -
Latest News
- Advertisement -