પંચમહાલના કાલોલ નજીક આવેલા નાવરિયા તળાવ ખાતે ખનનની પ્રવૃતિ ચાલી રહી હતી. જે અટકાવવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. જેમાં ખાણ ખનીજ વિભાગની ગોધરા ખાતેની ક્ષેત્રિય ટીમ પેટ્રોલિંગમાં હતી
ત્યારે તેઓને મળેલ માહિતી આધારે તેઓએ કાલોલ નજીક આવેલા નાવરીયા ગામના તળાવમાં ઓચિંતી તપાસ કરતા તળાવમાંથી પાસ પરવાનગી વગર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતું એક મશીન જપ્ત કર્યું હતું. ખનીજ વિભાગ દ્વારા ખનન કરેલ જગ્યાની માપણી કરી જી પી એસ સીસ્ટમ થી જનરેટ કર્યા બાદ દંડકિય કામગિરી હાથ ધરવામાં આવશે તેવી જાણકારી મળી છે. આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રેતી અને માટી ખનન કરી ને ખનન માફિયાઓ દ્વારા જિલ્લા બહાર મોકલવામાં આવતી હોવાની પણ જાણકારી મળી રહી છે.
