પંચમહાલ જીલ્લાના જાંબુઘોડાના કણજીપાણી ગામે લીલો ચારો ખાવાથી ચાર પશુઓના મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે આ પશુઓના મોતથી ખેડૂત પરિવારમાં માતમ છવાયો છે.પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું કણજીપાણી ગામના ખેડૂત બારીઆ કંચન ભાઇ દિતીયાભાઇ પોતાના સ્વ નિર્ભર માટે ખેતી કામ ની સાથે સાથે તબેલો બનાવી લોન લીધી હતી અને ૧૦/જેટલી ગાયો ખરીદી પશુપાલન નો વ્યવસાય કરતાં હતાં આત્મ નિર્ભર બને તેવી શક્યતા ને નકારી શકાય નહીં પરંતુ કર્મ સંજોગો સામે પડતા પર પાટું વાગે તેવી સ્થિતિ સર્જાઈ છે
જેઓની ૩ ગાભણ ગાયો અને એક વાછરડી મળી કુલ ૪ પશુ ઓનાં મોત લિલો ચારો ખાવાને કારણે વાગોળી ન શકતાં કરુણ મોત થતાં પરિવારનો જીવનદોર જાણે છિણવાઇ જતા તેમનાં કુટુંબ પરિવાર ના માથે ન જીરવી શકાય તેવી આફત આવતાં ઘેરા શોક ની લાગણી પ્રવર્તી રહી છે.
