ગોધરા શહેરના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર સુપ્રત કરી શહેરઅને જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી દારૂ અને કોડીન સીરપનું સેવન કરનારા, તેને વેચનારા, હેરાફેરી કરનારા, પ્રોત્સાહનઆપનાર તેમજ મેડીકલ સ્ટોર્સ અને દવાની ધૂમ વેચાણ/સેવન કરનારાઓએ તાંડવ મચાવી સામાન્ય પ્રજાનું જીવન મુશ્કેલીમાંધકેલી દીધેલ છે અને ગોધરા પશ્ચિમના યુવાનોનું જીવન બરબાદ થઈ રહ્યું છે.સાથે શહેર જિલ્લામાં ઘરફોડ ચોરીઓ, લૂંટ તેમજગેરકાયદેસર મોટા અવાજવાળા ડુપ્લીકેટ મોડીફાઈડ સાયલેન્સરો ફીટ કરી તથા નંબરપ્લેટ વગરના બુલેટચાલકોએ પણ ત્રાસમચાવ્યો છે. તેમજ તા.૨૭મીમે ના રોજ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સમાજના એક યુવકનું અચાનક મોત નીપજ્યું હતું
તેઅંગે ઉશ્કેરાઈ જઈને બપોરના સમયે ૧૦ થી ૧૫ માથાભારે ઈસમો એ ગેરકાયદે રીતે મંડળી બનાવી, સંપ કરીને મુસ્લિમસમાજના અગ્રણીઓ રમજાની જુજારા (વકીલ) તથા સિદ્દીક સાહેબખાં (ડેની)ના રહેણાંક મકાનો ઉપર ઝનુની અને ઉગ્ર બનીનેજાનથી મારી નાંખવાના બદ ઈરાદા સાથે અરાજકતા તથા તાંડવ મચાવી ભારે પત્થરમારો કરી મકાનોને નુકસાન કરવામાં આવેલતેમજ મધ્ય ગુજરાતમાં એક કુશળ અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ તથા સર્વધર્મ સમભાવ, માનવતાને વળેલા શ્ફીરદોસ કોઠીને ત્યાંપણ હુમલો કર્યો હતો. તેમજ પોલન બજાર ખાતે વેપાર કરતાં ઈમાનદાર અને દેશભક્ત વેપારી ફારૂક કેસરી ને જાહેર માર્ગ ઉપરખેંચી લાવી લૂંટ ચલાવી અને મારી નાંખવાના બદ ઈરાદાથી તેમજ બેરહેમીથી માર મારતા તેઓને હાથે ફેકચર કરી ઈજાઓપહોંચાડવામાં આવેલ છે. આ સદર તમામ માથાભારે ગુન્હેગાર ઈસમો સામે કડકમાં કડક સજા થાય અને કાનુની અને ફોજદારી પગલારૂપે ગુજસીટોક અને પાસા જેવા કાયદા હેઠળ સજા થાય તથા થયેલ FIRમાં IPC કલમ 307 અને 120B કલમનો ઉમેરોથાય તેવી લાગણી અને માંગણી સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.