પંચમહાલના હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ મારુતી કોટસુ સિલિન્ડર કપનીમાં કામ કરતા અને કપની દ્વારા છુટાકરાયેલા વર્ષો જૂના સિનિયર કામદારોએ પોતાના હકની લડતનો આરંભ કરી પોતાને થયેલા અન્યાય ના પગલે ન્યાય મેળવવાછેલ્લા કેટલાય દિવસથી કપની સામે આંદોલન નું શરન ઉગામી કપની સામે ધરના પર ઉતર્યા છે જેમાં કપની દ્વારા છુટા કરીદઇ કપની બંધ કરી દીધા પછી પૂર્ણ કપની ને ચાલુ કરી હોવા છતા કપનીમાં વર્ષોથી કામ કરતા સિનિયર કામદારોને નોકરી પર પરત ન લઇ તેઓના પગારના બાકીના નીકળતા હિસાબના નાના તેમજ પી.એફ ભન્ડોળ સહિતના તેઓના હકના નાના કપની દ્વારા ન આપવામાં આવતા કપનીના કામદારોએ જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ને રજૂઆત કરી
તેઓ દ્વારા દોઢ વર્ષ પહેલાં કામદારોનો બાકી રહેલ વેતનની રકમ ચૂકતે કરવા હુકમ કરવા છતા કપની મેનેજમેન્ટ જિલ્લા મેજીસ્ટ્રેટના હુકમને અવગણના કરી કપનીના કામદારોને અન્યાય કરી તેઓના હકના નાના ન આપતા આખરે હડતાળ પર ઉતરેલા કપની નાકામદારોએ હાલોલ કોંગ્રેસ સમિતિનો સાથ સહકાર મેળવી શુક્રવારે હાલોલ તાલુકા પંચાયત ખાતે પહોંચી તાલુકા વિકાસઅધિકારી ને આવેદન પત્ર પાઠવી પોતાના હકના નાના અપાવવા તેમજ પોતાને ન્યાય અપાવવાા માંગણી કરી આવેદન પત્ર પાઠવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ થી લઇ ઉચ્ચ કક્ષાએ આવેદન પત્ર ની નકલ મોકલી ન્યાયની માંગણી કરી નિકાલ લાવવા અરજ કરી છે.