પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે આવેલા તાલુકા પંચાયત કચેરી ખાતે રાજયકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદહસ્તે વર્ચ્યુઅલી આ યોજનાઓ શુભારંભ કરાવવામાં આવ્યો હતો, આ યોજના દ્વારા પંચમહાલ જિલ્લાના આદિજાતિ ખેડૂતોને બિયારણ, ઓર્ગેનિક ખાતર તેમજ યુરિયા ખાતરની કીટ આપવામાં આવશે, ઘોઘંબા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડૂતોને બિયારણ કીટ આપી જિલ્લામાં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજયકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવાયું હતું કે “કૃષિ વૈવિધ્યકરણ યોજના” રાજ્યના નાના અને સીમાંત આદિવાસી ખેડૂત ભાઈઓ અને બહેનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આદિજાતિ વિભાગની એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે.
આ યોજના અંતર્ગત આદિતિ ખેડૂતોને અડધા એકર જમીન માટે સુધારેલ જાતના શાકભાજીના બિયારણ કે કારેલા, દૂધી, ટામેટા, ભીંડા અને રીંગણમાંથી કોઇ પણ એક પાક માટેના બિયારણ અથવા મકાઇના બિયારણ ઉપરાંત ખેડૂતોને ૫૦ કિગ્રા. (સાથે યુરિયાં પણ આપવામાં આવશે. રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે તે ધ્યાનમાં રાખી ચાલુ વર્ષે ઓર્ગેનિક ખાતર પણ આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કામિનીબેન સોલંકી, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, સામાજીક અને ન્યાય સમિતિના અધ્યક્ષ મણીબેન રાઠોડ, કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
