પંચમહાલ જિલ્લાના મસવાડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગામડું બેઠક અંતર્ગત બેઠક યોજી ગ્રામજનો સાથે સંવાદયોજવામાં આવ્યો. હાલોલ તાલુકાના મસવાડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીનેઅનુલક્ષીને ગામમાં ઘરે ઘરે ફરી લોકોને આમ આદમી પાર્ટીની માહિતી આપવામાં આવી હતી જે બાદ ગામડું બેઠક અંતર્ગતમસવાડ ગામે ગ્રામજનો સાથે બેઠક યોજી જનસંવાદ યોજવામાં આવ્યો હતો.
જેમાં જનસંવાદ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીનીકાર્યપધ્ધતિથિ પ્રેરિત થઈ ગામના કેટલાંક યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જિલ્લામહામંત્રી મુક્તિબેન જાદવ, તાલુકા પ્રમુખ વિશાલ જાદવ, હાલોલ શહેર પ્રમુખ જયદેવસિંહ જાડેજા, તાલુકા ઉપપ્રમુખયુવરાજસિંહ સોલંકી, કંજરી જિલ્લા પંચાયત પ્રમુખ સુનિલસિંહ રાઠોડ,તાલુકા સંગઠન મંત્રી ઈશ્વરસિંહ પરમાર સહિત કાર્યકરો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.