પાકિસ્તાની રેંજર્સ એલઓસી પર પોતાની નાપાક હરકત બંધ કરવાનુ નામ નથી લઈ રહી. જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા 7 કલાકથી વધુ સમય સુધી યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો અને મોર્ટારવડે પણ હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના આ ફાયરીંગમાં એક સ્થાનિક વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યુ છે, જ્યારે એક નાગરીક ઘાયલ થયો છે.
(File Pic)
મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરની સરહદ પર પાકિસ્તાનની નાપાક હરકત ચાલુ છે. પૂંછમાં પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે. આ ફાયરિંગમાં ગોળીબારમાં એક 60 વર્ષીય મહિલાનું મોત નિપજ્યુ છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. હાલ ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
(File Pic)
પાકિસ્તાનની આ હરકતનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. મહત્વનું છે કે, અગાઉ પાકિસ્તાને ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર (આઈબી) પર હિરાનગર, કઠુઆમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુ હતુ અને મંગળવાર રાતથી કલાકો સુધી ભારતીય સરહદ પર ફાયરિંગ કર્યુ હતુ.
(File Pic)
પાકિસ્તાન 25 ચેનાબ રેન્જર્સે પપ્પૂ ચેક અને જગુવાલ પોસ્ટથી બીએસએફની ચાંદવા અને કોઠા પોસ્ટ્સને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાની સેનાએ આશરે સાત કલાકના ગોળીબારમાં મોર્ટાર અને અન્ય હથિયારોથી શેલ ફાયરિંગ કરીને રહેણાંક વિસ્તારોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. જ્યારે સરહદ પર તૈનાત ભારતીય સેનાના જવાનોએ પણ પાકિસ્તાની સેનાના આ નાપાક કૃત્યનો યોગ્ય જવાબ આપ્યો હતો.