દેશ ધીમે-ધીમે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે મુસાફરીનું આયોજન કરવામાં સ્વચ્છતાના ઉચ્ચ માપદંડો, ન્યૂનતમ-ટચ સર્વિસિસ અને વધુ વિશ્વસનીયતા ગ્રાહકોની જરૂરિયાતોની સૂચિમાં ટોચ ઉપર રહેશે. તબક્કાવાર રીતે હોટલ ખોલવાના કેન્દ્રના નિર્ણય સાથે વિશ્વની અગ્રણી હોટેલ ચેઇન પૈકીની એક ઓયોએ અનલોક 1.0 હેઠળ 8 જૂન, 2020થી વિવિધ રાજ્યોમાં મહેમાનોનું સ્વાગત કરવાનું શરૂ કર્યું છે. ઉદાહરણ સ્થાપિત કરતાં ઓયોના વરિષ્ઠ નેતૃત્વમાં ભારત અને દક્ષિણ એશિયાના સીઇઓ રોહિત કપૂર, ફ્રન્ટિયર બિઝનેસના સીઓઓ અંકિત ગુપ્તા, ભારત અને દક્ષિણ એશિયાના એસવીપી અને હેડ સેલ્સ સન્ન સોઢી, વેસ્ટ 2 – રિજનલ હેડ અભિષેક થાર્દે ગુરગાંવ, અમદાવાદ, હૈદરાબાદ, ચંદીગઢ, ભુવનેશ્વરમાં વિવિધ ઓયો હોટેલ્સમાં ચેક-ઇન કર્યું અને ન્યૂનતમ-ટચ સાથે ‘સેનિટાઇઝ્ડ સ્ટે’નો અનુભવ કર્યો ..
તાજેતરમાં ઓયોએ અસર ઘટાડવા માટે સંખ્યાબંધ પગલાં અને પહેલોની જાહેરાત કરી છે તેમજ સેનિટાઇઝેશન, હાઇજિન અને પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ માટે બેકગ્રાઉન્ડ ઓડિટ ચેક ક્લિઅર કરતી પ્રોપર્ટીઝ માટે સેનિટાઇઝ્ડ સ્ટે સાથે સારી ગુણવત્તાયુક્ત મુસાફરી અને હોસ્પિટાલિટીના નવા ધોરણોનું પાલન કરવા વિશિષ્ટ પહેલ કરી છે.
ગ્રાહક અને હોટલના કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટાલિટી ચેઇને ચેક-ઇન, ચેક0આઉટ માટે ન્યૂનતમ ટચ એસઓપી ઉપર કામ કર્યું છે તથા કામગીરીના નવા પ્રકાર (હેલ્થ-સ્ક્રિનિંગ, ડિસઇન્ફેક્ટિંગ, ડિસ્ટન્સ માર્કર્સ વગેરે) સંદર્ભે ઓન-ગ્રાઉન્ડ ટીમ માટે વ્યાપક તાલીમ યોજી છે તેમજ પ્રોપર્ટીઝ ઉપર પોસ્ટર્સ અને અન્ય મટિરિયલ ડિસ્પ્લે દ્વારા કોવિડ-19 બાબતે જાગૃતિ પેદા કરી છે.
આ અંગે પ્રતિક્રિયા આપતાં ઓયોના ભારત અને દક્ષિણ એશિયાના સીઇઓ રોહિત કપૂરે જણાવ્યું હતું કે, “અમે અમારી હોટેલ્સમાં મહેમાનોનું ફરીથી સ્વાગત કરતાં ઉત્સાહિત છીએ. હાલના પડકારજનક સમયમાં સમગ્ર ઉદ્યોગે વાઇરસ સામેની લડાઇમાં મદદરૂપ બનવા વહીવટીતંત્ર સાથે મળીને કામ કરવા અંગે ઉત્સાહ દર્શાવ્યો છે.”