એંકર :: એકલવ્ય સાધના ઉ.બુ. વિદ્યાલય, થવા શાળાનો જિલ્લા ક્ક્ષાએ ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ, ૨,૪૩,૦૦૦/-ની રકમ જિલ્લા ક્ક્ષાએ જીતી ગૌરવ વધાર્યું. ગ્રામ નિર્માણ કેળવણી મંડળ સંચાલિત એકલવ્ય સાધના ઉ.બુ.વિદ્યાલય,થવા ખેલમહાકુંભ ૨૦૨૧-૨૨ માં જિલ્લા કક્ષાએ થવા શાળાના બાળકોએ કબડ્ડી અને એથ્લેટિક્સ રમતમાં ૨,૪૩,૦૦૦/- રૂપિયાના ઇનામો જીત્યા હતા. જે હવે RTGS દ્વારા એમના બેન્ક ખાતામાં જમા થશે. સંસ્થાના મંત્રી માનસિંહજી માંગરોલા તેમજ શાળાના આચાર્યશ્રી/કોચ યાદવ મનમોહનસિંહ એ બાળકોને અભિનંદન પાઠવ્યા.
શાળાના બાળકો અત્યાર સુધી ૫૦ લાખની રકમના ઇનામો ખેલમહાકુંભ માં જીતી ચૂક્યા છે. જેમાં અંડર – ૧૭ બહેનોમાં (૧) વસાવા સારીકા એન. ૧૫૦૦ અને ૮૦૦ મી. દોડ પ્રથમ (૨) વસાવા જિજ્ઞાષા, ૮૦૦ મી. પ્રથમ (૩) વસાવા સુહાની ડી. ૧૦૦ મી દોડ બીજો ક્રમ, (૪) વસાવા નિરંજના એમ. ચક્ર ફેંક માં બીજો ક્રમ (૫) વસાવા સ્નેહા એમ.૪૦૦ અને ૬૦૦ મી. દોડ ત્રીજો ક્રમ . અંડર – ૧૭ ભાઈઓમાં (૧) ડુ.ભીલ જયેશ જી. ઊચી કૂદ પ્રથમ (૨) ડુ.ભીલ કિશન એસ. લંગડી ફાળ કૂદ પ્રથમ (૩) ભિલાલા રવિન ૧૫૦૦ મી. દોડ પ્રથમ (૪) વસાવા માઇક ૨૦૦ મી. દોડ પ્રથમ (૫) યાદવ આશુતોષ ડી. ગોળા ફેંક પ્રથમ અને બરછી ફેંક બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.