સાબરદાણ અને મકાઇના ભરડામાં ભાવ વધારાથી રાજ્યભરના પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે દરેક જીલ્લાઓમાં ખેડૂતો આવેદન આપી પોતાની રજુઆતો કરી રહ્યા છે. ત્યારે અરવલ્લી જીલ્લા બાયડ તાલુકાના 50 જેટલા પશુપાલકોએ વિરોધ દર્શાવી જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, તંત્ર દ્વારા સાબરદાણ અને મકાઇના ભરડામાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યભરના પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષમાં 250થી વધુનો ભાવ વધારો થઇ ચુક્યો છે ત્યારે હવે વધુ ભાવ વધારો થતા પશુપાલકોની સ્થિતિ વધુ વણસી શકે તેમ છે. પશુ પાલકોએ જણાવ્યું હતું કે એક તરફ દૂધના ભાવમાં કિલો ફેટે સતત ઘટાડો થઇ રહ્યો છે તેમજ ઘાસ ચારો પણ મોંઘો હોવાથી દૂધ ઉત્પાદન મોંઘુ પડી રહ્યું છે. અને રાજ્યના પશુપાલકોની સ્થિતિ દિનપ્રતિદિન નાજુક થઇ રહી છે. ત્યારે બાયડ તાલુકાના 50 જેટલા પશુપાલકોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વધતા ભાવોને સ્થિર કરવામાં માટેની રજૂઆત કરી હતી.