અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સંપન્ન થયો છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી સહિત મુખ્ય મહેમાનોમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.
(File Pic)
આ પ્રસંગે કાર્યક્રમને સંબોધતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વનું નિવેદન આપ્યુ હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું કે 500 વર્ષો લાંબો અને અથાગ સંઘ્ષ હવે લોકતાંત્રિક અને બંધારણ સમ્મતિના રુપમાં સંપન્ન થયો. આ ક્ષણની પ્રતિક્ષામાં આપણી ઘણી પેઢીઓ પણ ચાલી ગઈ. રામ મંદિરના નિર્માણનું સપનું લઈ અનેક લોકોએ બલિદાન આપ્યુ છે.
(File Pic)
આ પ્રસંગે યોગી આદિત્યનાથે જણાવ્યું કે, જે મહાનુભાવોને કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા લદાયેલા કેટલાક નિયમોના કારણે બોલાવી નથી શકાયા તેમને આગામી વર્ષોમાં થનારા તબક્કાવાર કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં આવશે. મહત્વનું છે કે રામ મંદિરના નિર્માણ માટેના આંદોલનમાં પોતાનુ મહત્વનું યોગદાન આપનાર લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને ભૂમિપૂજન કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યુ નહતું જેને લઈ વિવાદ પણ સર્જાયો હતો. ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું આ નિવેદન આ માટે પણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે..