પ્રતિવર્ષ આપણા ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના નવ દિવસો નવરાત્રિ મહોત્સવના નામે ઓળખાય છે અને ઉજવાય છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં શક્તિપૂજા ઘણુ મહ્ત્વ પરાપૂર્વથી ચાલ્યું આવે છે. અંબા, બહુચરા, મહાકાળી, ભદ્રકાળી, જક્ષણી, આશાપુરી, એવા અનેક નામે ગરબા ગવાય છે. પરંતુ એમાં પ્રધાસર તો શક્તિપૂજાનો જ છે. નવરાત્રિના આ નવ દિવસોમાં ગામડે-ગામડે પોતપોતાની કુળદેવી મંદિરે ‘કુંભસ્થાપન ‘ કર ઈ નવેઉ દિવસ એની પૂજા-આરતી થાય છે. નવરાત્રિના અને પૂજામાં બેસનાર નવ દિવસ ઉપવાસ કરે છે. કયાંક ફરાળી ઉપવાસ થતા હોય છે તો કયાંક નકોરડા ! આઠમના દિવસે હવન થયા અને પછી નવ નૈવેદ્ય માતાજીને ધરાવીને પારણાં કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં બસ સ્ટેશન રોડ પાસે પાણી પુરવઠા બોર્ડની ઓફીસ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરા ગરબી મંડળ દ્વારા નાની બાળાઓ માટે ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબીમાં કોઈપણ પાસેથી ફીસ લેવામાં ન હતી આવી. લોક ફાળો કરી આ ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું.