ભુજમાં આવેલ થલસેના કેમ્પસમાં કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક ૨ માં વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વ ધર્મ પ્રાર્થના અને ગાંધીજીના જીવન અંગેની વાતોથી વિદ્યાર્થીઓને અવગત કરાયા હતા અને સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને બીજા એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી લાવેલા જુના કપડાઓ ઝુપડપટ્ટી વિસ્તારમાં જઈ અને નાના નાના બાળકોને આપ્યા હતા. એ રીતે વિદ્યાર્થીઓમાં પણ કરુણા અને સેવાની ભાવનાનો વિકાસ થાય તેવી ભાવના સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ સમયે માનવ જ્યોત સંસ્થાના પ્રબોધ મુનવર તથા કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિનોદકુમાર પંચાલ, અભય સેન અને સલીમ શેખ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ રીતે કેન્દ્રીય વિદ્યાલય દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરી બાળકોના જીવનનું ઘડતર કરવામાં આવે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -