મહેસાણાના વિસનગર તાલુકાના મગરોડા ગામમાં ચૌધરી સમાજ દ્વારા એક ત્રિવેણી સમારોહનું આયોજનકરાયું જેમાં એક બીજાના કટ્ટર એવા વિપુલ ચૌધરી અને આરોગ્ય મંત્રી એક મંચ પર જોવા મળ્યામહેસાણા જિલ્લા માં વિસનગર તાલુકા ના મગરોડા ગામ માં ત્રિવેણી સમારોહ યોજવા માં આવ્યોછે,,ત્યારે હાલ કટ્ટર વિરોધી એવા મહેસાણા દૂધસાગર ડેરી ના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ત્રિવેણી સમારોહ માં એક જ સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા
.મંગલધામ વાડી ઉદ્ઘાટન,દાતા ઓનું સન્માન અને મગરોડા પરીચય પુસ્તક વિમોચન નો ત્રિવેણી સમારોહ માં બંને દિગ્ગજનેતાઓ અને કટ્ટર હરીફ એક સ્ટેજ ઉપર જોવા મળતા અનેક લોકો ને આશ્ચર્ય માં મૂકી દીધા હતા…સમર્થકોના ભારે ઉચાટ વચ્ચે ત્રિવેણી સમારોહ શાંતિમય રીતે પૂર્ણ થયો હતો. વિપુલ ચૌધરીએ સમાજ ના પ્રસંગે પણ આક્ષેપ કરવાનું ટાળ્યું ન હતું. તેમણે ખેડૂતોને હાલમાં પાણીની સમસ્યા છે અને જે પુરી નહી થતાપાણી વગરના મંત્રીઓ હોય એટલે પ્રજાએ પાણી નહિ તો વોટ નહીના બોર્ડ ગામોમાં લગાવી દીધા છે