કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને આવાસ અને શહેરી મામલાના મંત્રાલય દ્વારા એક મહિનાની અંદર સરકારી આવાસ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.
મંત્રાલય તરફથી મોકલવામાં આવેલા પત્રમાં લખ્યું છે કે પ્રિયંકાની SPG અને Z પ્લસ સિક્યોરિટી હટાવ્યા બાદ તે દિલ્હી સ્થિત લોધી રોડના બંગ્લોમાં રહેવા માટે યોગ્ય નથી. જેથી તેમણે આ બંગલો ખાલી કરવો પડશે.
મળતી માહિતી મુજબ, મોદી સરકારે કોંગ્રેસ પાર્ટીની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીને લોધી એસ્ટેટ સ્થિત બંગલો ખાલી કરવા માટે કહ્યુ છે. પ્રિયંકાએ આ બંગલો પહેલી ઓગષ્ટ સુધીમાં ખાલી કરવાનો છે. SPG સુરક્ષા હટાવવાના કારણે બંગલો ખાલી કરવાનો રહેશે. આ બાબતની તેમને નોટિસ આપવામાં આવી છે. નોટિસ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. 6-બી હાઉસ નંબર-35 લોધી એસ્ટેટમાં પ્રિયંકા ગાંધી ફેમિલી સાથે રહે છે.
લગભગ બે દાયકાથી પ્રિયંકા આ મકાનમાં રહે છે. બીજીબાજુ કોંગ્રેસ પ્રવક્તા ચરણસિંહે આ અંગે એક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ પગલુ એ બદલાની રાજનીતિને દર્શાવે છે. મોદી સરકારની નીતિ બદલાની છે. પ્રિયંકા ગાંધીને બંગલો ખાલી કરી દેવાના આદેશ સામે સોશિયલ મીડિયામાં આ મામલો વાયરલ થવા લાગ્યો છે. થોડી વારમાં જ ટ્વીટર પર Priyanka Gandhi પોલિટીક્સમાં ટોપ ટ્રેન્ડ પર ટ્રેન્ડ કરવા લાગ્યું છે. કેટલાયે કોંગ્રેસ સમર્થક યૂઝર્સે આ કાર્યવાહીને સરકારની મનમાની ગણાવી છે.આ કાર્યવાહીને સરકારની મનમાની ગણાવી છે.