વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ નો વિરોધ યથાવત વડગામ મગરવાડા સર્કલથીમામલતદાર કચેરી સુધી રેલી યોજી આસામપોલીસ મુર્દાબાદના નારાઓ સાથે વડગામ મામલતદાર નેઆવેદનપત્ર આપ્યું મહિલાઓએ સરકારના છાજિયા લીધા હતા.ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ની આસામપોલીસ દ્વારા કરવામાં આવેલ અટકાયતનો વિરોધ ગુજરાત ભરમાં યથાવત છે ત્યારે જીજ્ઞેશ મેવાણી નામતવિસ્તાર વડગામ ખાતે પણ તેમના સર્મર્થકો તેમજ કોગ્રેસ પાર્ટી તરફ થી વડગામ ના મગરવાડાસર્કલ થી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી સરકાર વિરુદ્ધ તેમજ આસામ પોલીસ વિરુદ્ધ સુત્રોચારકરાયો જે રેલી નું નામ પ્રતિકાર રેલી રાખવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ યુવાનો જોડાયા હતા અને જીજ્ઞેશ મેવાણી ને જેલમુક્ત કરવા માટે રજૂઆત કરાઈ હતી
સરકાર દ્વારા રાજકીયકિન્નાખોરી આસામ ખાતે ત્રણ જેટલી અલગ અલગ જગ્યાએ ફરિયાદો કરી માનસિક રીતે પજવણી કરાતુંહોવાનું જીજ્ઞેશ મેવાણી સર્મર્થકો નું કહેવું છે વડગામ ખાતે રેલી નું આયોજન સામાજિક કાર્યકરો દ્વારાકરાયું હોય અને કોગ્રેસ દ્વારા આખો પ્રોગ્રામ હાઈઝેક કરી લીધો હોય તેવો કચવાટ સામે આવ્યો હતોઅમુક કોગ્રેસ ના કદાવર નેતાઓ પણ રેલી થી થોડુંક ડીસ્ટન્ટ બનાવી માત્ર પ્રસિધ્ધિ ના ભુખ્યા હોય તેમરેલી ની પ્રથમ હરોળ માં ચાલવાનું પસંદ કર્યુ હતું અને આ આયોજન કરનારાઓ ને હાંસિયા માં ધકેલીદેવાય હોય તેવું લાગી રહ્યું હતું તેમજ સમગ્ર રેલી શિસ્ત ના નામે મીંડુ જોવા મળ્યું હતું મેવાણી સર્મર્થકોદ્વારા જો જીજ્ઞેશ મેવાણી ને જલ્દીથી છોડવામાં નહીં આવે તો મોટી માત્રામાં જવલંત કાર્યક્રમ આપવાનીચિમકી પણ અપાઈ હતી.