રાજય સરકાર દ્વારા શાળાના છાત્રોને 25 ટકા સ્કુલ ફી માફીનો નિર્ણય કરાયો હતો. પરંતુ સંપુર્ણ સ્કુલ ફી માફીની માંગ સાથે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અમરેલીમા ગાંધીબાગ ખાતે ધરણા કર્યા હતા. ત્યારે પોલીસે તેમની અટકાયત કરી ત્યારે ઝપાઝપીમા શર્ટ પણ ફાટી ગયો હતો. બાદમા તેમણે સાંજ સુધી પોલીસ મથકમા જ ધરણા કર્યા હતા. પરેશ ધાનાણીની અટકાયત બાદ પાેલીસ મથકમાથી તેમને મુકત કરાયા હતા. ત્યારબાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રતિક ઉપવાસ પુર્ણ કર્યા હતા. પરેશ ધાનાણીએ પ્રતિક ધરણાં પુર્ણ કરતા તંત્ર એ રાહતનો શ્વાસ લીધો હતો. જણાવી દઈએ કે સાંજના સાડા પાંચ વાગ્યા સુધી તેઓ પાેલીસ મથકમા જ ધરણા પર બેસી ગયા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -