Oppoએ Reno 8 Pro આજે એટલે કે 18 જુલાઈ, 2022ના રોજ લોન્ચ કરીદીધો છે. ઓપ્પોના નવા સ્માર્ટફોનની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે તેમની રાહ પૂરી થઈ છે. કંપનીએ આફોન ભારતીય માર્કેટમાં વિલંબ કર્યા વિના લોન્ચ કર્યો છે. Oppo Reno 8 Pro સ્માર્ટફોન કંપનીની લેટેસ્ટ Oppo Reno 8 સીરીઝ હેઠળ લોન્ચ કરવામાં આવ્યો છે. લેટેસ્ટ અને ફ્લેગશિપ ફીચર્સ સાથેના આ ફોનમાં ગ્રાહકોને મેરિસિલિકોન X ચિપ મળશે, જે કેમેરાના સુધારેલા અનુભવ માટે આપવામાં આવી છે. કેમેરા ફીચર્સમાં પણ આ ફોન જવાબ નથી, આ લેટેસ્ટ હેન્ડસેટ 4K અલ્ટ્રા નાઈટ વીડિયો શૂટ કરવા સક્ષમ છે. આ Oppo સ્માર્ટફોન Amoled ડિસ્પ્લે સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે, આ સિવાય આ લેટેસ્ટ ફોનમાં શું ફીચર્સ આપવામાં આવ્યા છે અને Oppo Reno 8 Proની કિંમત કેટલી છે. ચાલો તમને આ વિશે માહિતી આપીએ.
મીડિયાટેક ડાયમેન્શન 8100 મેક્સ ચિપસેટનો ઉપયોગ Oppo Reno 8 Proમાં સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે કરવામાં આવ્યો છે, તેની સાથે 12 GB રેમ અને 256 GB ઈન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ હશે. તમને જણાવી દઈએ કે વર્ચ્યુઅલ રેમ સપોર્ટની મદદથી તમે સ્ટોરેજને 7 જીબી સુધી વધારી શકશો, એટલે કે આ ફોન તમને 19 જીબી સુધીની રેમનો ફાયદો આપશે.
આફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચની ફુલ-એચડી+ સુપર AMOLED ડિસ્પ્લે છે. ફોનના પાછળના ભાગમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, 50 મેગાપિક્સલ Sony IMX766 કેમેરા સેન્સર મળશે. સાથે 8 મેગાપિક્સલનો વાઈડ-એંગલ લેન્સ અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા સેન્સર આપવામાં આવ્યો છે. 32 મેગાપિક્સલ સોની IMX709 કેમેરા સેન્સર વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે ઉપલબ્ધ હશે. આફોનમાં લાઈફ લાવવા માટે ફોનમાં 80 W ફાસ્ટ ચાર્જ સપોર્ટ સાથે 4500 mAh બેટરી છે.
OPPO Reno 8ની કીમત વિશે વાત કરીએ તો OPPO Reno 8 5G ની કિંમત 29,999 રૂપિયા છે અને તે 25 જુલાઈ, 2022 થી ખરીદી શકાય છે, જ્યારે OPPO Reno 8 Pro 5G ની 12GB રેમ અને 256GB સ્ટોરેજવાળા મોડલની કિંમત 45,999 રૂપિયા છે અને તે 19 જુલાઈ, 2022થી ઉપલબ્ધ થશે.