અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી ચૌદ ગ્રામ અફિણ પકડવામાં આવ્યું. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતી કારમાંથી અફિમ મળી આવ્યું હતું. મળતી વધુ માહિતી અનુસાર બનાસકાંઠાના સરહદી અમીરગઢમાં આવેલ ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવનાર પોલીસ ચેકપોસ્ટ પરથી હોન્ડાસીટી કારમાં તપાસ કરતા તેમાં અફિમ મળી આવ્યું હતુ. સરહદી વિસ્તારમાં થતી ગુનાહિત પ્રવુતિઓને ડામવા માટે પોલીસ લાલા આંખ કરતા કડક તપાસ આદરતા રાજસ્થાનના નાગોરથી તામિલનાડુ જઈ રહેલ કારને રોકી તપાસ કરતા તેમાંથી અફિણ મળેલ હોવાથી અફિમ સહીત 1.57.000નો મુદ્દામાલ કબજે કરી કાર ચાલાક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરુણકુમાર દુગ્ગલની સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન અફીણ પકડાયું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -