ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે ગામના એક દાનવીર તરફથી પોતાનાસ્વજનોના પુણ્ય અર્થે ઝઘડીયા સેવારૂરલ હોસ્પિટલના સહયોગ થી નિશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ હતી. આયોજિતનેત્રરોગ નિદાન શિબિરમાં આંખોને લાગતી બીમારીઓ જેવી કે મોતિયો, ઝામર, આંખ લાલ થવી, આંખોમાં દુખાવો થવો,આંખો સુજી જવી તથા આંખોના નંબર કાઢી આપવા જેવી તકલીફોની તપાસ કરી આપવામાં આવી હતી. જરૂર જણાય તેવા દર્દીઓને જો ઓપરેશનની જરૂર હોય તો તેમને નબીપુર થી ઝઘડીયા વિના મુલ્યે પહોંચાડયા હતા.
ઓપરેશનવાળા દર્દીઓને નિશુલ્ક નેત્રમણિ મૂકી આપવામાં આવ્યા હતા. જરૂરિયાત વાળા દર્દીઓને નંબરના ચશ્માં વિના મૂલ્યે ઉપલબ્ધ કરાયા હતા.શિબિરનો લાભ નબીપુર અને આસપાસના ગ્રામજનોએ લીધો હતો. આ કેમ્પનું સંચાલન નબીપુર હોસ્પિટલના ઓફીસઇન્ચાર્જ અલીભાઈ કડુજી અને પ્રમુખ હાફેઝી મહમદ ડેમાંએ કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા બદલ નબીપુરના દાનવીર અને હોસ્પિટલના ટ્રસ્ટીઓએ સહુનો આભાર વ્યક્ત કર્યો હતો…