ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર વધતા તંત્ર સફાળું જાગ્યુ હતું કેસ વધતા પરિસ્થિત ખરાબ થતા અમદાવાદમાં બે દિવસીય કરફ્યૂ લગાવ્યુ હતું જે આવતીકાલે સવારે 6 વાગ્યે પુર્ણ થઈ રહ્યુ છે..તો બીજીબાજુ રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યુ છે.
ત્યારે હવે કરફ્યૂ બાદ ચર્ચા થઇ રહી છે કે ગુજરાતના આ 4 શહેરોમાં લોકડાઉન આવી શકે છે. જોકે આ અંગેના અહેવાલ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતના 4 શહેરોમાં રાત્રી કરફ્યૂ અમલી કરાયો છે. અમદાવાદમાં દિવસનો કરફ્યૂ આવતીકાલ સવાર સુધી છે. તેમજ મહાનગરોમાં રાત્રી કરફ્યૂ નવા આદેશ સુધી ચાલુ રહેશે, અમદાવાદમાં દિવસે કરફ્યૂ લંબાવવાની કોઇ વિચારણા નથી.
હાલ માત્ર રાત્રી કફર્યૂની જાહેરાત કરાઈ છે જે ચાલુ રહેશે. બીજીબાજુ છેલ્લા કેટલાક સમયથી કોરોનાના આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે જે અંગે પણ નાયબ મુખ્યમંત્રીએ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કોઈ આંકડા છુપાવામાં નથી આવી રહ્યા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતુ કે, કોરોનાના આંકડા સરકાર છૂપાવી નથી રહી. આંકડાઓ પારદર્શક રીતે જાહેર કરાઈ રહ્યા છે. વેક્સિન ટૂંક સમયમાં આવી રહી છે. તમામ લોકો સુધી વેક્સિન પહોંચે તે સરકારની પ્રાથમિકતા છે. કોરોના સંપૂર્ણ નાબૂદ ન થાય ત્યાં સુધી સાવચેતી રાખવી જરૂરી છે