પંચમહાલ જિલ્લામાં આવેલ 5 વિધાનસભા બેઠકોમાંથી 125 મોરવા હડફ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના મહિલા ઉમેદવાર સ્નેહલતા ખાંટએ મતદારોના જોરે અને આત્મવિશ્વાસ સાથે આજે મોરવા હડફ ખાતે મામલતદાર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પોતાના વતન મોરવા હડફ તાલુકાના વિરણીયાથી રેલી સાથે નીકળ્યા બાદ ખાનપુરમાં જાહેર સભાને પણ સંબોધન કર્યુ હતું.
આજરોજ બપોરના 12ઃ39ના વિજય મુહૂર્તમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતની ઉપસ્થિતીમાં ઉમેદવારી પત્ર જમા કરાવ્યું હતું. સ્નેહલત્તા ખાંટે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે, મત માંગવા મુદ્દે તેઓ પાસે સમસ્યાના ખૂબ મુદ્દા છે. સ્નેહલતા ખાંટે પોતાના સાસુને 2012માં અને તેમના જેઠને 2017માં આપેલા સહકાર જેમ પુનઃ સહકાર આપવા અને સ્વર્ગસ્થના અરમાન પુરા કરવા મતદારોને વિનંતી કરી હતી. સ્નેહલતા ખાંટે મતદારો ઉપર વિશ્વાસ હોવાનું જણાવી મતદારો સાથ સહકાર આપશે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે.