અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ એક બાદ એક બોમ્બ વિસ્ફોટથી ધ્રુજી ઉઠ્યુ હતું. કાબુલના ઘણા વિસ્તારમાં રોકેટવડે હુમલો કરવામાં આવતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ આ હુમલામાં આશરે 5 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે.
અફધાનિસ્તાની રાજધાની કાબુલમાં શનિવારે એક પછી એક બૉમ્બ બ્લાસ્ટ થયા છે. જેણે આખા શહેરને હચમચાવી દીધુ છે. આ બ્લાસ્ટ શહેરની વચ્ચો વચ આવેલા ગીચ વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. કાબુલના ઉત્તરી વિસ્તારમાં થયેલા આ બૉમ્બ બ્લાસ્ટમાં અનેક લોકોના મોત થવાની સંભાવના છે.
પ્રાથમિક માહિતીમાં જણાવાયુ છે કે, કાબુલમાં 14 જેટલા રોકેટ લૉન્ચર છોડવામાં આવ્યા છે. જેના કારણે 5 લોકોનાં મોત થયા છે અને 20થી વધારે ઘાયલ થયા છે. એક પછી એક બ્લાસ્ટ થતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.
#Breaking News –
Moments ago, several rockets hit the city of #Kabul pic.twitter.com/TFyELAEWk2— khate-nakhost (@KhateNakhost) November 21, 2020
જો કે આ હુમલા સંદર્ભે હજી સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. હાલ સોશિયલ મીડિયામાં પણ કાબુલમાં થયેલા બ્લાસ્ટના વિડિયો તેમજ ફોટો વાયરલ થઈ રહ્યા છે.