ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તો 24 કલાકમાં 900થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં કોરનાના સંક્રમણને લઈને કંઈક રંધાઈ રહ્યુ હોવાની વાત વારંવાર ચર્ચામાં આવે છે ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિેશન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે જેમાં ગુજરાત સરકારને કોરોના ટેસ્ટ અંગે પડકારતી વાત રજૂ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે ગુજરાતમાં 39 લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ થઈ રહ્યાં છે. જે અંગે હવે મેડિકલ એસોસિએશને સરકારના આ દાવાને હાઈકોર્ટમાં પડકાર આપ્યો છે. મેડિકલ એસોસિએશને કરેલી આ અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે, રાજ્ય સરકારે કોર્ટમાં લેબોરેટરી અંગે જે માહિતી રજૂ કરી છે તે સંપૂર્ણ સાચી નથી.
(File Pic)
રાજ્ય સરકારે 39 લેબોરેટરીમાં ટેસ્ટ થતા હોવાની દલીલ કરી છે તે પૈકી ઘણી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ થતો નથી જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને કોરોનાનો ટેસ્ટ કરવા માટે બીજી જિલ્લામાં જવું પડે છે. આ ઉપરાત અરજીમાં એસોસિએશને કહ્યું છે કે, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોનાના સૌથી ઓછા ટેસ્ટ થઇ રહ્યા છે.
(File Pic)
કોરોના ટેસ્ટ વધારવાથી કોરોનાનું સંક્રમણ વધતું અટકાવી શકાય છે. એએમએ દ્વારા કરાયેલી અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે, રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સુઓમોટો અરજીમાં જવાબ રજૂ કર્યો છે તેમા જે આંકડા રજૂ કર્યા છે તે ખોટા છે સરકારે તેના જવાબમાં 39 લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ થતા હોવાની માહિતી આપી છે. પરતું તે પૈકી ઘણી બધી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ થતા નથી જેના લીધે અનેક તાલુકાના લોકોને ટેસ્ટ કરાવવા દૂરના જિલ્લામાં જવુ પડે છે, જેના કારણે સંક્રમણ વધી ગયું છે. ત્યારે આ અરજી મામલે હાઈકોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.