થોડા દિવસો પહેલા એક સાથે 59 જેટલા ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશન પર ભારતીય સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. તેની સાથે જ ફરીથી એક વખત ભારતીય સરકારે ચીનને વધુ એક ઝટકો આપવાનું નક્કી કર્યું છે.
(File Pic)
ભારત સાથે સરહદ ધરાવતા દેશો હવે સરકારી હરાજીમાં ભાગી લઈ શકશે નહીં. મળતી માહિતી મુજબ, ચીની એપ પર પ્રતિબંધ લગાવ્યા પછી ભારત સરકારે ચીન પર વધુ એક આર્થિક પ્રતિબંધ લાદવાનું નક્કી કર્યું છે.
(File Pic)
ભારત સાથે સરહદ ધરાવતા દેશો હવે સરકારી હરાજીમાં હિસ્સો લઈ શકશે નહીં. દેશની સુરક્ષાને ધ્યાનમાં લઈ આ પરિવર્તન કરાયું છે. વ્યય વિભાગના આદેશ મુજબ ભારતની જમીની સરહદ સાથે જોડાયેલા દેશો કે ત્યાંની કંપનીઓ ભારતમાં કોઈપણ સરકારી સામાન, સેવા કે કામ માટે જો ભારતમાં નોંધાયેલા હશે તો જ બોલી લગાવી શકશે.
ડીપીઆઈઆઈટી દ્વારા બનાવાયેલી નોંધણી સમિતિ તેના માટે સક્ષમ ઓથિરિટી ગણાશે. આ ઉપરાંત વિદેશ અને ગૃહમંત્રાલયની પણ મંજૂરી લેવાની રહેશે. આ આદેશમાં જાહેર ક્ષેત્રની બેન્કો, નાણાંકીય સંસ્થાઓ, સ્વાયત્ત એકમો, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ અને સરકાર કે તેની સાથે જોડાયેલા એકમો પાસેથી નાણાંકીય મદદ લેતા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ ધરાવતા પ્રોજેક્ટ પણ સામેલ છે. કેન્દ્ર સરકારે રાજ્યોના મુખ્ય સચિવોને આ અંગેનો પત્ર લખી આ આદેશનું પાલન કરવા જણાવ્યું છે.