કેન્દ્ર સરકારે ફરી ચાઇનીઝ એપ પર ડિજિટલ સ્ટ્રાઇક કરી છે. કેન્દ્રએ મંગળવારે વધુ 43 મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે 69એ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદા અંતર્ગત આ નિર્ણય લીધો છે. આ ચોથી વખત છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ પહેલા ત્રણ વખત મળીને કુલ 220 જેટલી મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારે વધુ 43 એપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સરકારને આ ઍપ્સને લઇને ફરિયાદ મળી હતી કે આ ઍપ્સ ભારતીય સુરક્ષા અને કાયદો વ્યવસ્થા માટે ખતરારૂપ સાબિત થઇ શકે છે. જે બાદ સરકારે આગમચેતીરૂપે આ 43 એપ્સને બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. આ એપ્લિકેશનમાં સ્નેક વિડિયો જેવી ઘણી લોકપ્રિય એપ્લિકેશન સામેલ છે.
ટિકટોક પર બેન બાદ સ્નૈક વીડિયો ઝડપથી તેના વિકલ્પ તરીકે ઉભરી હતી. આ પણ ચાઇનીઝ એપ છે. આ 43 મોબાઇલ એપ વિરુદ્ધ કાર્યવાહી એટલે કરવામાં આવી છે કે સરકારને ઇનપુટ મળ્યા હતા કે આ ભારતની સંપ્રભુતા, અખંડતા, સુરક્ષા અને પબ્લિક ઓર્ડર પ્રત્યે પૂર્વાગ્રહ વાળી ગતિવિધિઓમાં સામેલ છે.