સાબરકાંઠા જિલ્લાના ઈડર નાગરિક બેન્ક માંથી રૂપિયા દસ લાખ ગાયબ થવાની ઘટના બનવા પામી છે. ઈડરનાગરિક સહકારી બેંકનો મામલો સામે આવ્યો છે. ઈડર નાગરિક સહકારી બેન્કનો એક લોકરના બેવારસદાર વિવાદ થમ્યો નથી ત્યારે ફરી એક વિવાદમાં નાગરિક બેંક સપડાઈ છે. ઈડર નાગરિક સહકારી બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી દસ લાખ રૂપિયા ગાયબ થયા છે.
ઈડર નાગરિક સહકારી બેન્ક માંથી દસલાખ રૂપિયા ગાયબ થયાની જાણ થતાં બેન્કના તમામ કર્મચારીઓ તેમજ ડીરેક્ટરોની મોડી રાત્રે મીટિંગબોલાવાઈ હતી. રૂપિયા દસ લાખનો ભેદ ન ઉકેલાતા બેન્કના ચેરમેન, એમડી ઈડર પોલીસ સ્ટેશનેપહોંચ્યા હતા. રૂપિયા દસ લાખ ગાયબ થયાની ઘટનાને લઈ મેનેજર થી લઈ સેવક સુધીનાકર્મચારીઓની ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. ઈડર પોલીસે મોડી રાત્રે નાગરિક બેંકમાં તપાસ હાથ ધરી છે.