જુનાગઢ જિલ્લાના કેશોદ આહીર યુવા મંચ આયોજીત લોક ડાયરામાં માયાભાઈ આહીર બીરજુ બારોટઉપર રૂપીયાનો વરસાદ અવિરત ચાલુ રહ્યો હતો જયારે ઉર્વશી રાદડીયા ઉપર સો અને પાંચસોની નોટોઉડી હતી. કેશોદ આહીર યુવા મંચ દ્વારા ચાંદિગઢના પાટીયા પાસે આહીર સમાજની વાડીના બાંધકામમુહૂર્ત જ્ઞાતી ભોજન અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માયાભાઈ આહીર બિરજુ બારોટ ઉર્વશી રાદડિયા સહીતના કલાકારોએ પોતાની કલા રજુ કરી હતી
લોક ડાયરામાં પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ગુજરાતભરના અનેક ધારાસભ્યો પુર્વ ધારાસભ્યો રાજકીય સામાજીક આગેવાનોજ્ઞાતીજનો સહીત અન્ય સમાજના આગેવાનો સંગતપ્રીય જાહેર જનતા હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહીલોક ડાયરાનો લાભ લીધો હતો લોક ડાયરો શરૂઆતથી ડાયરો પુર્ણ થયો ત્યાં સુધી અવિરત રૂપીયાનીઘોર સાથે દશ અને વીસ રૂપીયાની નોટોનો વરસાદ થયો હતો જ્યારે ઉર્વશી રાદડીયા ઉપર સો અનેપાંચસોની નોટો ઉડી હતી ઉપસ્થિત આગેવાનોએ તન મન ધનથી સાથ સહકાર સાથે દાતાઓએ ઉદારહાથે ફાળો આપ્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આહીર યુવા મંચ ટીમ તથા સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી