ખાનગી શાળાઓ દ્વારા કોરોનાકાળમાં પણ ફી ઉઘરાવાઈ રહી હોવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી યોજવામાં આવી હતી. શાળા સંચાલકો દ્વારા બેફામ ફી ઉઘરાવવા મામલે હવે રાજ્ય સરકારે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. શાળાના સંચાલકો ફી અંગે સમાધાન કરવા તૈયાર ન હોવાનો સરકારે દાવો કર્યો છે અને બેફામ ફી મામલે હાઈકોર્ટ નિર્દેશ જાહેર કરે તેવી સરકારે રજૂઆત કરી છે.
ગુજરાત હાઈકોર્ટ આગામી શુક્રવારે સ્કૂલ ફી મામલે નિર્દેશ જાહેર કરી શકે છે. જ્યારે હાઈકોર્ટે પણ ફેડરેશન ઓફ સેલ્ફ ફાયનાન્સ્ડ સ્કૂલને તેમનો પક્ષ લેખિતમાં એફિડેવિટ સ્વરૂપે રજૂ કરવાનો આદેશ કર્યો છે. મહત્વનું છે કે, કોરોના કાળમાં સ્કૂલ ફી વિવાદનો મુદ્દો ખૂબ વિવાદમાં રહ્યો છે.
સરકારે ફી માફીનો પરિપત્ર બહાર પાડયા બાદ હાઇકોર્ટના આદેશથી તેને રદ પણ કરવો પડ્યો હતો. ખાનગી શાળાના સંચાલકોએ આ પરીપત્ર ને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.જોકે ત્યાર બાદ હાઇકોર્ટે સ્કૂલ સંચાલકો અને સરકારે પરસ્પર સમજૂતી દાખવી વિવાદનો ઉકેલ લાવવા માટે કહ્યું હતું. જોકે, આખરે તેનો કોઇ યોગ્ય નિવેડો ન આવતાં સરકારે ફરીવાર હાઈકોર્ટમાં અરજી કરી કરી છે.